ક્રિપ્ટોકરન્સીને નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમઃ RBI

વોશિંગ્ટનમાં પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં ક્રિપ્ટોકરન્સીને નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમ જણાવીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શાંતિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે તેનાથી સેન્ટ્રલ બેન્કો અર્થતંત્રમાં નાણાના પુરવઠા પર નિયંત્રણ ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે હું હકીકતમાં અભિપ્રાય ધરાવું છું કે ક્રિપ્ટોકરન્સી એક એવી બાબત છે કે જેને નાણાકીય વ્યવસ્થા પર પ્રભુત્વ ન આપવું જોઈએ. કારણ કે ફાઇનાન્શિયલ સ્થિરતા, મોનેટરી સ્થિરતા અને બેન્કિંગ સિસ્ટમ સામે મોટું જોખમ ખડું કરે છે. તેનાથી સેન્ટ્રલ બેન્કો અર્થતંત્રમાં નાણાના પુરવઠા પર નિયંત્રણ ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. જો સેન્ટ્રલ બેંક અર્થતંત્રમાં નાણાં પુરવઠા પર નિયંત્રણ ગુમાવે છે, તો મધ્યસ્થ બેંક સિસ્ટમમાં ઉપલબ્ધ તરલતાની ચકાસણી કેવી રીતે કરી શકશે? કેન્દ્રીય બેંક મની સપ્લાયમાં ઘટાડો કરીને અથવા કટોકટીના સમયે મની સપ્લાયમાં વધારો કરીને ફુગાવાને કેવી રીતે નિયંત્રિત કરી શકશે? તેથી અમે ક્રિપ્ટોને એક મોટા જોખમ તરીકે જોઈએ છીએ. તેમાં આંતરરાષ્ટ્રીય નિયમો હોવા જોઇએ, કારણ કે તેના ટ્રાન્ઝેક્શન ક્રોસ કન્ટ્રી હોય છે.

ક્રિપ્ટોના મુદ્દે આંતરરાષ્ટ્રીય સમજ પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે આવી કરન્સી અંગે જંગી જોખમ સંકળાયેલું હોવાથી હું માનું છું કે તેને પ્રોત્સાહન ન આપવું જોઇએ. આ અભિપ્રાય લોકપ્રિય દૃષ્ટિકોણ નથી, પરંતુ ફાઇનાન્શિયલ સ્થિરતાના રક્ષકો તરીકે તે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો માટે મોટી ચિંતાનું કારણ છે. સરકારો પણ ક્રિપ્ટોકરન્સીમાં સંભવિત નુકસાનના જોખમો વિશે વધુને વધુ જાગૃત બની રહી છે.

ભારત ક્રિપ્ટોકરન્સી અંગે પ્રશ્નો ઉઠાવનાર પ્રથમ દેશ હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે ભારતની અધ્યક્ષતા હેઠળના G20માં આ સમગ્ર ક્રિપ્ટો ઇકોસિસ્ટમ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા માટે એક કરાર થયો હતો. આ બાબતે થોડી પ્રગતિ થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *